Uncategorized

ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં પ્રાંતિજ શહેર – તાલુકાના મંડલ પદાધિકારી અને શક્તિ કેન્દ્ર સંયોજક ની બેઠક યોજાઈ

કાર્યકર્તાને ક્રેડિટ તેના કામને આધારે અપાય છે : અજયભાઈ બ્રહ્મભટ્ટ

જીજ્ઞેશ સોની હિંમતનગર

ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી અને ઉત્તર ઝોનના પ્રભારી અજયભાઈ બ્રહ્મભટ્ટની સાબરકાંઠા જિલ્લાની પ્રથમ મુલાકાતે તલોદ – શહેર – તાલુકા પછી પ્રાંતિજ વી. એસ. રાવલ પી.ટી.સી. કોલેજમાં પ્રાંતિજ – શહેર – તાલુકાના મંડલ પદાધિકારી અને શક્તિ કેન્દ્રના સંયોજક સાથે બેઠક યોજાઈ. આ પ્રસંગે તેમણે જણાવેલ કે તમે જાતે પાર્ટીમાં ઘડતર કરવાનું કામ કરો, શ્રેષ્ઠ કાર્યકર્તાને પદ મળે છે. કાર્યકર્તાને ક્રેડિટ તેના કામના આધારે અપાય છે. આપણું કામ રાષ્ટ્ર ભક્તિના કારણે આપણને પદ મળ્યું છે. અજયભાઈ બ્રહ્મભટ્ટે કાર્યકર્તાઓને અનેક મુદ્દા સાથે વિસ્તૃત માહિતી આપી. પક્ષની વિચારધારા, રાષ્ટ્ર માટે કરવાના કામો, કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક ઐતિહાસિક કરેલા કામો, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વિશ્વના હરોળમાં કરેલા કામો અંગે વાત કરી હતી. સંગઠનની પણ કેટલીક જાણકારી આપી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના, પ્રદેશ ભાજપ મંત્રી પ્રદિપસિંહ રાઠોડ, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જયસિંહજી ચૌહાણ, મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રેમલ દેસાઈ, બીપીન ઓઝા, ગણપતસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા સહિત અનેક અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!