ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં નાસતા ફરતા સાત અને એક બાળ કિશોર પકડાયો.
બાયપાસ રોડ પરથી તમામને પોલીસે ડીટેઈન કરી લીધા

જીજ્ઞેશ સોની હિંમતનગર
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી બુધવારે સાબરકાંઠા એસઓજીએ બાતમીને આધારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં પાસ પરમીટ વિના દારૂની હેરાફેરી કરતાં સાત તથા એક બાળ કિશોરને ડીટેઈન કરી લીધા બાદ તેમની વિરૂધ્ધ ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ અંગે એસઓજીના પીઆઈ ડી.સી.પરમાર, પીએસઆઈ પી.એમ.ઝાલા તથા તેમના સ્ટાફના હરપાલસિંહ ના જણાવાયા મુજબ જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલની સુચના મુજબ તેઓ બુધવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં ફરજ બજાવી રહયા હતા ત્યારે તેમને એવી બાતમી મળી હતી કે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સાત સહિત એક બાળ કિશોર વિરૂધ્ધ દારૂની ગેરકાયદે હેરાફેરી કરવા બદલ ફરીયાદ નોંધાઈ હતી પરંતુ તેઓ અગમ્ય કારણોસર પોલીસની ધરપકડથી બચવા માટે નાસતા ફરતા હતા.દરમ્યાન બુધવારે એસઓજીને મળેલી બાતમી બાદ એક બાળ કિશોર તથા અન્ય સાત જણા બાયપાસ રોડ-વિજાપુર જતા રોડ પર ઉભા રહયા છે જે આધારે એસઓજીના સ્ટાફે તરતજ બાતમી વાળા સ્થળે પહોંચી જઈને પુછપરછ કર્યા બાદ સાત સહિત એક બાળ કિશોરને ડીટેઈન કરી લીધો હતો ત્યારબાદ પકડાયેલા તમામની પુછપરછ કરવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીના નામ
– આશિષ રામેશ્વર તબીયાડ (રહે.પાટીયા, જિ.ઉદેપુર)
– દિલીપ અશ્વિન તબીયાડ (રહે.જુવારવા, ભોમટાવાડા, જિ.ઉદેપુર)
– સિકંદર બંસીલાલ પાંડોર (રહે.બોસલાટી, જિ.ઉદેપુર)
– દિલીપ થાવરાજી ભીલ (રહે.બલીચા, જિ.ઉદેપુર)
– સચિન શાંતિલાલ ખરાડી (રહે.પાટીયા, જિ.ઉદેપુર)
– હિતેશ ઉર્ફે અંકુશ નાથુભાઈ તબીયાડ (રહે.પાટીયા, જિ.ઉદેપુર)
– અંકુશ રાજેશભાઈ જોષીયારા (રહે.રેટડા, જિ.ઉદેપુર)
– કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર




