હિંમતનગરમાં શ્રી ૨૭ પરગણા વણકર સમાજના સમૂહલગ્ન યોજાયો

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગરના સહકારી જિન પાસે આવેલ મોડાસિયા કડવા સમાજવાડી ખાતે શ્રી ૨૭ પરગણા વણકર સમાજ દ્વારા તૃતીય સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નોત્સવમાં કુલ ૨૧ જોડાઓએ લગ્નજીવનમાં પ્રવેશ કર્યો હતો.હિંમતનગરના સહકારી જિન પાસે આવેલ મોડાસિયા કડવા સમાજવાડી ખાતે શ્રી ૨૭ પરગણા વણકર સમાજ દ્વારા તૃતીય સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નોત્સવમાં કુલ ૨૧ જોડાઓએ લગ્નજીવનમાં પ્રવેશ કર્યો હતો.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શ્રી ૨૭ પરગણા વણકર સમાજના યુવા યુવતીઓ માટે તૃતીય સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. હિંમતનગરના મોડાસિયા કડવા સમાજવાડી ખાતે આયોજિત આ સમૂહલગ્નોત્સવમાં સમાજની એકતાના સુંદર દર્શન થયા હતા. સમૂહલગ્નોત્સવ દરમિયાન નવદંપતિઓને જીવનજરૂરી ઘરવપરાશની સામગ્રી ભેટરૂપે આપવામાં આવી હતી. નવદંપતિઓ તેમજ તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સમાજના યુવાનો દ્વારા વ્યવસ્થાઓમાં સરાહનીય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ સમૂહલગ્નોત્સવનું આયોજન સમાજના આગેવાનો, સલાહકાર સમિતિ અને સંકલન સમિતિ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. સમૂહલગ્નોત્સવમાં કુલ ૨૧ નવદંપતિઓએ લગ્નવિધિમાં ભાગ લીધો હતો. સમૂહલગ્નોત્સવમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ શોભનાબેન બારૈયા તેમજ ધારાસભ્ય વી.ડી. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવદંપતિઓને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
સમૂહલગ્નોત્સવમાં ૨૧ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
રાજ્ય કક્ષાના મંત્રી, સાંસદ અને ધારાસભ્યોએ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા
શ્રી ૨૭ પરગણા વણકર સમાજ દ્વારા તૃતીય સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું





