સાબરકાંઠા જીલ્લા નુ એક એવુ ગામ કે જ્યા સમાજ દ્રારા વિવિધ પ્રકારના દંડ અને સમાજ બહાર મુકવામાં આવે છે જેને લઈને ગામના કેટલાક લોકોએ વિરોધ નોધાવી દંડ લેસ સમાજ યાત્રા શરૂ કરી ન્યાયની માંગ કરી રહ્યા છે…

શીતલ ઠાકર,ગાંધીનગર
સમાજના કુ રિવાજો ને લઈને ગુજરાતમાં અનેક સમાજ ના લોકો દ્રારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગર નુ સાચોદર ગામ કે જ્યા નવ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્રારા ઘરે લગ્ન કરનાર પરિવાર ને સમાજ દ્રારા બહિષ્કાર કરવામાં આવ્યો છે… આમ તો આ ગામમાં અનેક લોકો ભોગ બન્યા છે અને તેમને સમાજ માંથી બહિષ્કાર કરાયા છે જેને લઈને તેમના ઘરે સારા કે અન્ય કોઈપણ પ્રસંગે ગામ કે સગા સબંધીઓ પણ ન આવી શકે અને આ ઉપરાંત પાંચ હજાર થી લઈને ૪ લાખ સુધીનો દંડ પણ કરવામાં આવે છે… આ પરિવાર માં વડિલ નુ અવસાન થયુ હતુ ત્યારે તેમની અંતિમ યાત્રામાં પણ સમાજ અને ગામમાંથી કોઈ આવ્યુ ન હતુ તો ત્યારબાદ બારમુ તેરમુ હતુ તો પણ ગામમાંથી કે સમાજમાંથી કોઈ જ ન આવ્યુ… અને કદાચ ભુલથી કોઈ પહોચી જાય તો સમાજ દ્રારા તેમને પણ સમાજ બહાર કરવાની ધમકી અને દંડ ભરવાની ઘમકી પણ અપાય છે… આમ તો સમાજ ના અગ્રણી અને સમાજ ન્યાય માટે હોય છે પરંતુ અહિ તો સમાજના અગ્રણીઓ વિકાસ ફંડના નામે દંડ ઉઘરાવી રહ્યા છે ત્યારે આ મામલે સમાજના પ્રમુખે કોઈ જ પ્રતિક્રિયા આપવાનુ ટાડ્યુ હતુ…સોચાદર ગામમાં અનેક લોકો સમાજના આ રીવાજોનો ભોગ બન્યા છે જેમાં છુટાછેડા લેવા હોય કે આપવા હોય જે વ્યક્તિ ઘરે લગ્ન કરે અને એજ સમાજ હોય તો પણ દંડ કરવામાં આવે છે તો નવ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્રારા અન્ય લેઉવા પાટીદાર સમાજ માં લગ્ન થાય તો પણ દંડ કરવામાં આવે છે… જો કોઈ વ્યક્તિ દંડ ન ભરે તો સમાજ બહિષ્કાર કરાય છે અને બહિષ્કાર કરેલ પરિવાર ના ઘરે કોઈ જાય તો પણ તેણે દંડ કરવામાં આવે છે જેને લઈને વિવિધ પરિવારો કોર્ટ દ્રારા નોટીસ પણ મોકલેલ છે પરંતુ સમાજના અગ્રણી કંઈ કરતા જ નથી, તો ગામની મહિલાઓએ અને પરિવારજનોએ પણ પોલીસ સ્ટેશને લેખિત અને મૌખિક નિવેદન પણ આપેલ પરંતુ સમાજ પોલીસ સામે ગોડ ગોડ વાતો કરી રહ્યો છે તેવા આક્ષેપ પણ પરિવારજનોએ કર્યા છે … તો ગામના અગ્રણી અને સચપંચે આ તમામ આક્ષેપો ને નકાર્યા છે… સમાજના પ્રમુખ પણ આ મામલે કોઈ નિવેદન આપવા માટે તૈયાર નથી ત્યારે આ તમામ પરિવાર જેનો ની એકજ માંગ છે કે સમાજમાંથી આ દંડ અને બહિષ્કાર ના કુ રિવાજો બંધ થાયગુજરાત માં અનેક સમાજના કુ રીવાજો નાથવા સમાજ આગળ આવ્યુ ત્યારે અહિ તો સમાજ દ્રારા વિકાસ ફંડના નામે દંડ અને સમાજ બહિષ્કાર કરાતા પરિવારજનો સહિત ગામલોકો હવે તો ન્યાયની માંગ કરી રહ્યા છે હવે જો વુ જ રહ્યુ કે આ લોકોને કેવો ન્યાય મળ્યો છે..





