હિમતનગર

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત The HNSB. Ltd. Science College, Himatnagar ખાતે Physics Department, IQAC તેમજ Higher Education Department & KCGના સંયુક્ત ઉપક્રમે “Nanotechnology” વિષય ઉપર One Day State Level Conferenceનું સફળ આયોજન

શીતલ ઠાકર,ગાંધીનગર

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત The HNSB. Ltd. Science College, Himatnagar ખાતે Physics Department, IQAC તેમજ Higher Education Department & KCGના સંયુક્ત ઉપક્રમે “Nanotechnology” વિષય ઉપર One Day State Level Conferenceનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ રાજ્યસ્તરીય પરિસંવાદમાં Key Note Speaker તરીકે પ્રોફ. ડો. કે.સી. પોરિયા, કુલપતિશ્રી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણેનેનોટેકનોલોજીના આધુનિક સંશોધન, તેના વૈજ્ઞાનિક ઉપયોગો અને ભવિષ્યની સંભાવનાઓ વિષે વિસ્તૃત અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

પરિસંવાદ દરમિયાન Invited Talk તરીકેપ્રોફ. ડો. એમ.પી. દેશપાંડે, હેડ, ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર તથા પ્રોફ. ડો. પી.એન. ગજ્જર, ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા વિષયસંબંધિત ઊંડાણપૂર્વકના વ્યાખ્યાન આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મહેમાન તરીકે શ્રી ઉપેન્દ્રભાઈ ગઢવી, ચીફ ઓફિસર, નગરપાલિકા હિંમતનગર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કેળવણી મંડળના સહમંત્રી શ્રી પરાગભાઈ દોશી, સભ્ય શ્રી મૌનેશભાઈ શાહ,આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, પેટલાદના પ્રિ. ડો. વિમલભાઈ જોશી,સરકારી સાયન્સ કોલેજ, ઊંઝાના પ્રિ. ડો. જગદીશભાઈ પ્રજાપતિ, મ્યુનિ. આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ, મહેસાણાના પ્રિ. ડો. વી.ડી. પટેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફિઝિક્સ વિષયના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેનશ્રી મનુભાઈ ચૌધરી સહિત વિવિધ કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, રિસર્ચ સ્કોલર્સ તથા વિદ્યાર્થીમિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરિસંવાદના Convener તરીકે ડો. એમ.એન. પરમાર તથા Organizing Secretary તરીકે પ્રો. અનિલભાઈ સરડવા અને શ્રી સુરેશભાઈ પ્રજાપતિએ વિશેષ જવાબદારી સંભાળી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત પરિચય અને કોલેજની વિકાસ ગાથાનો ટૂંક ચિતાર પ્રિ. ડો. પંકજભાઈ એસ. પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. ડો. એમ.એમ. પ્રજાપતિ દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

પરિસંવાદમાં રાજ્યભરમાંથી કુલ 252 ડેલિગેટ્સ દ્વારા સહભાગી થવા માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું.આ પરિસંવાદ દરમિયાન Poster Presentation અને Oral Presentationનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તથા દ્વિતીય ક્રમે આવનાર તમામ વિભાગના પ્રતિભાગીઓને શીલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ દ્વારા નેનોટેકનોલોજી ક્ષેત્રે સંશોધન માટે વિદ્યાર્થીઓ અને સંશોધકોને નવી દિશા અને પ્રેરણા પ્રાપ્ત થઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!