હિંમતનગર નાગરિક બેંકની ૧૩ ડિરેકટરોની ૧૧ જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે
જાહેરનામામાં ૧૦ સામાન્ય, ૦ર મહિલા અને એક અનુસૂચિત જાતિની બેઠક રહેશે

હિંમતનગર નાગરિક બેંકની ૧૩ ડિરેકટરોની ૧૧ જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે
જાહેરનામામાં ૧૦ સામાન્ય, ૦ર મહિલા અને એક અનુસૂચિત જાતિની બેઠક રહેશે
હિંમતનગરમાં વેપારીઓની બેંક તરીકે ઓળખાતી હિંમતનગર નાગરિક સહકારી બેંકના ડિરેકટરોની મુદત પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે ગુરૂવારે બેંકના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી માટેના જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેમાં જણાવાયા મુજબ ૧૩ ડિરેકટરો માટે જરૂર પડે તા. ૧૧ જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે જેનો કાર્યક્રમ બેંકના નોટીસ બોર્ડ પર મુકાયો છે.
આ અંગે નાગરિક બેંકના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વેપારીઓની બેંક તરીકે ઓળખાતી હિંમતનગર નાગરિક સહકારી બેંક પેટા કાયદા મુજબ ૧૩ ડિરેકટરોની મુદત પૂર્ણ થવા આવી છે ત્યારે તે અગાઉ બેંકના ચૂંટણી અધિકારીએ ગુરૂવારે(નાતાલ) ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જે અંતર્ગત ૧૩ ડિરેકટરો પૈકી ૧૦ સામાન્ય બેઠક રહેશે, ૦ર બેઠક મહિલા માટે અનામત તથા ૦૧ બેઠક અનુસૂચિત જાતિ અથવા જનજાતિ માટે અનામત રહેશે.
નાગરિક બેંકની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ મુખ્યત્વે હિંમતનગરના સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. દરમ્યાન કેટલાક જૂના ડિરેકટરોએ ઉમેદવારી પત્ર ભરવા માટે કાયદાના નિષ્ણાંતોની સલાહ લઈને રીઝર્વ બેંકના નિયમોનો અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું છે. હાલના તબક્કે કેટલાક સહકારી અગ્રણીઓએ ગુપ્ત રીતે બેઠક યોજીને ચૂંટણી લડવા માટેની વ્યુરચના અંગે ચર્ચાનો દોર શરૂ કર્યો છે. શીતલ ઠાકર,ગાંધીનગર




