સાબરકાંઠા

હિંમતનગર ખાતે પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ

શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના હસ્તે ધ્વજ વંદન કરાયુ : સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વીડી ઝાલા સહિત કલેક્ટર, ડીડીઓ અને એસપી હાજર રહ્યા

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લાકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી હિંમતનગર ખાતે આવેલી ફાર્મસી કોલેજના મેદાનમાં યોજાઈ. જિલ્લાના મુખ્ય સમારોહમાં સામાજિક ન્યાય અધિકારીતા તથા શિક્ષણ પ્રધાન ડો. પ્રદ્યુમન વાજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. સમારોહમાં પરેડ, ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલી ફાર્મસી કોલેજમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમારોહમાં સામાજિક ન્યાય અધિકારીતા અને શિક્ષણ પ્રધાન ડો. પ્રદ્યુમન વાજાના હસ્તે રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ જિલ્લા પોલીસ દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી, ત્યારબાદ પ્રધાને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા રંગારંગ ટેબ્લો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. જેમાં સાબરકાંઠા પોલીસના ટેબ્લાને પ્રથમ સ્થાન મળ્યું હતું, જ્યારે “ઓપરેશન સિંદુર” આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમને પણ પ્રથમ નંબર પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા અને શહેરના અગ્રણીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને બાળકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!