ખેડબ્રહ્મા

કોટડાગઢીની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરતાં એક વિરૂધ્ધ ફરીયાદ

જીગ્નેશ સોની    હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના ખેરોજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોટડાગઢીની એક સગીરાનું થોડાક દિવસ અગાઉ ગામનો જ એક શખ્સ વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયા બાદ સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યું હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ ગુરૂવારે ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.આ અંગે કોટડાગઢી ગામે રહેતી સગીરાએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.૮ ફેબ્રુઆરીના રોજ સાંજના સુમારે નજીર ધર્મા ગમારે પરિવારજનોની જાણ બહાર તેણીનું વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયા બાદ લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પટાવી સગીરા સાથે અવાર નવાર મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યું હતું. જેથી સગીરાના પરિવારજનોને ખબર પડયા બાદ ભોગ બનનાર સગીરાએ નજીર ગમાર વિરૂધ્ધ ગુરૂવારે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!