સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ નજીક સાદોલીયાના સાબરમતી બ્રીજ પર ઓવરલોડ ટ્રકો બેફામ બની બેરોકટોક પસાર થઈ રહી છે.    સાદોલીયા પુલ પરથી ભારે વાહનો માટે પ્રતિબંધિત હોવા છતાં થતા ભારે વાહનોની અવર જવર થઈ રહી છે.ઓવરલોડ ટ્રક-ડમ્પરોએ હાઈટ બેરિયરની સાઈડમાં રસ્તો કરી પુલનો ઉપયોગ કરી રહ્યા છે.બીજા છેડે હાઈટ બેરિયર ટ્રક ચાલકોએ તોડી નાખી અવરજવર શરુ કરી સાદોલીયા પુલને ઈજનેર ઓએ નિરીક્ષણ કરી ભારે વાહનો માટે પ્રતિબંધ કર્યો હતો ભારે વાહનોની અવરજવર પુનઃ બેફામ થતાં  પુલ પર જોખમ વધી ગયું છે. બંને છેડે પોલીસ પોઈન્ટ પણ ગાયબ હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. શીતલ ઠાકર,ગાંધીનગર

Back to top button
error: Content is protected !!