હિમતનગર
ધારાસભ્ય વી.ડી.ઝાલાએ પ્રાંત અધિકારી સાથે બેઠક યોજી

જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર તાલુકાના વિકાસના કામોને વધુ ગતિશીલ બનાવવાના હેતુથી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ હિંમતનગર તાલુકાના વિવિધ પ્રશ્નો તેમજ વિકાસલક્ષી આયોજન અંગે પ્રાંત અધિકારી ચૌધરી સાથે બેઠક યોજી હતી બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ ભૂમિકાબેન પટેલ,તાલુકા વિકાસ અધિકારી અંકિતસિંહ ઝાલા,તેમજ એ.ટી.વી.ટી સમિતિના બિન સરકારી સભ્ય ભગીરથસિંહ ઝાલા અને વનરાજસિંહ રાઠોડ સહીત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




