સાબરકાંઠા જિલ્લામાં લીલાછમ વૃક્ષોનું ગેરકાયદેસર રીતે છેદન તેમ છતાં ફોરેસ્ટ અધિકારીઓ ધોરનિંદ્રામાં

ભારતસિંહ રાઠોડ
સાબરકાંઠા
હિંમતનગર તાલુકાના માંકડી ગામ માંથી સરકારી જમીન માંથી કલજીભાઇ ઓડ નામના શખ્સ ગેરકાયદેસર રીતે લીલાછમ વૃક્ષો નું છેદન કરી રહ્યો છે તેમ છતાં ફોરેસ્ટ અધિકારીઓ હપ્તા લેતા હોય તેમ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડયા છે રાજ્યમાં એક તરફ પર્યાવરણ બચાવવાની વાતો ચાલી રહી છે ત્યારે હિંમતનગર તાલુકામાં વન વિભાગના અધિકારીઓ ની રહેમ નજર હેઠળ લીલાછમ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પર્યાવરણ બચાવો તો દૂર પરંતુ અહીંયા તો વન વિભાગના અધિકારીઓ ની રહેમ નજર હેઠળ થઈ રહ્યું હોવા છતાં અધિકારીઓ મોનસેવી રહ્યા છે હિંમતનગર આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માં ગેરકાયદેસર વૃક્ષો કાપી લઈ જવાની હેરાફેરી હાલ વધી રહી છે તેમ છતાં લાખો રૂપિયાનો પગાર લેતા વન વિભાગના સરકારી બાબુઓ પોતાની એસી ઓફિસમાંથી બહાર આવી કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે




