કચ્છ

દયાપર પ્રાથમિક કન્યા શાળામાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી: બાળાઓ ગરબે ઘૂમી

દયાપર સ્થિત પ્રાથમિક કન્યા શાળા ખાતે આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાની બાળાઓએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ઉત્સાહભેર ગરબા રમીને આસો નવરાત્રીના પર્વને મનભરીને માણ્યો હતો.

શાળાના શિક્ષિકા દ્રષ્ટિબેન ભાલોડીયાએ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કન્યા શાળામાં નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાની-મોટી બાળાઓએ માતાજીની ભક્તિ સાથે પરંપરાગત ગરબાઓની રમઝટ બોલાવી હતી.

આ ઉજવણીના કાર્યક્રમમાં કન્યા શાળાનો સમગ્ર સ્ટાફ પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને બાળાઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં પ્રવીણભાઈ, પિયુષભાઈ, હસુમતીબેન આહિર, દ્રષ્ટિબેન ભાલોડીયા, ક્રિષ્નાબેન પ્રજાપતિ, લતાબેન પરમાર તેમજ શીમાંબેન સહિતના શિક્ષકગણે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(અહેવાલ / તસ્વીર: દર્શન સોની – દયાપર)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!