કચ્છ

દયાપર હોમગાર્ડ યુનિટ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન

આશાપુરા માના ધામ માતાના મઢ ખાતે જતા પદયાત્રીઓની સેવા-સુવિધા માટે દયાપર હોમગાર્ડ યુનિટ દ્વારા સતત ચોથા વર્ષે ભવ્ય પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

છેલ્લા ચાર વર્ષથી યોજાતા આ સેવા કેમ્પમાં પદયાત્રીકો માટે વિશ્રામ, ચા-નાસ્તો તેમજ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ આયોજનને સફળ બનાવવા માટે હોમગાર્ડ યુનિટના હઠુંભા, સંદીપભાઈ જોષી તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

જવાનોની આ સરાહનીય કામગીરીને કારણે માતાના મઢ જતાં અસંખ્ય પદયાત્રીઓને મોટી રાહત મળી રહી છે અને સમગ્ર વિસ્તારમાં હોમગાર્ડ યુનિટની સેવાભાવનાની પ્રશંસા થઈ રહી છે.

(તસ્વીર : દર્શન સોની, દયાપર)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!