કચ્છ

ગાંધીધામમાં દેવી અહિલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જન્મજયંતી નિમિત્તે ‘લોકમાતા’ મહાનાટક ભજવાશે

મહિલા સમન્વય કચ્છ વિભાગ દ્વારા આયોજન: ૪ ઓક્ટોબરે રવિવારે સાંજે અને રાત્રે બે શો યોજાશે

મહિલા સમન્વય કચ્છ વિભાગ દ્વારા પુણ્યશ્લોકા દેવી અહિલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જન્મજયંતી ઉજવણીના ભાગરૂપે ગાંધીધામ મધ્યે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય નારીના અદભુત શૌર્ય, ત્યાગ અને કુશળ શાસનની ગાથા વર્ણવતા ‘લોકમાતા’ મહાનાટકનું ગાંધીધામની જનતા માટે વિશિષ્ટ મંચન કરવામાં આવશે.

આ મહાનાટકનું મૂળ હિન્દી લેખન શ્રીમતી નંદિનીબેન દેશપાંડે દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તેનું કુશળ નિર્દેશન ડોક્ટર ધવલ વર્તક (ઈસરો) દ્વારા કરવામાં આવ્યું છે. પ્રજાએ જેમને સ્વયંભૂ દેવી, પુણ્યશ્લોકા અને ‘લોકમાતા’ જેવા બિરુદોથી વિભૂષિત કર્યા છે તેવા અહિલ્યાબાઈ હોળકરના પ્રેરણાદાયી જીવનચરિત્ર પર આધારિત આ નાટક નિહાળવું એ નાગરિકો માટે એક અનોખો લાહવો બની રહેશે.

કાર્યક્રમની વિગત:

  • તારીખ: ૪ ઓક્ટોબર, રવિવાર

  • સ્થળ: મધુબન સોરઠીયા સમાજવાડી, ખોડીયાર માતાજીના મંદિર સામે, શિણાય રોડ, ગાંધીધામ.

  • સમય (બે શો):

    1. પ્રથમ શો: સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાકે

    2. બીજો શો: રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે

આ નાટક સહપરિવાર માણી શકાય તેવું અને પ્રેરણાદાયી હોવાથી, મહિલા સમન્વય કચ્છ વિભાગ દ્વારા ગાંધીધામ તથા આસપાસના તમામ ધર્મપ્રેમી અને નાટકપ્રેમી નાગરિકોને આ ભવ્ય મહાનાટક નિહાળવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!