દયાપરમાં આશાપુરા કર્મચારી નવરાત્રી મિત્ર મંડળ દ્વારા ૪૧મા નવરાત્રી મહોત્સવ અંગે બેઠક યોજાઈ: ૧૦ ઓક્ટોબરથી ઘટસ્થાપના સાથે ઉજવણીનો પ્રારંભ થશે

દયાપર મધ્યે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ધર્મ અને સંસ્કૃતિના પાવન પર્વ નવરાત્રીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ‘આશાપુરા કર્મચારી નવરાત્રી મિત્ર મંડળ’ દ્વારા એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળ દ્વારા આ વર્ષે ૪૧મા નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
આ બેઠકમાં થયેલા નિર્ણય મુજબ, આગામી તા. ૧૦/૧૦/૨૦૨૬ ના રોજ પ્રથમ નવરાત્રિના શુભ દિવસે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ઘટ સ્થાપના કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ અને ભક્તો માટે સતત નવ દિવસ સુધી વિશિષ્ટ ઈનામી ડ્રો તથા વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું પણ સુંદર આયોજન રાખવામાં આવ્યું છે.
આ ૪૧મા નવરાત્રી મહોત્સવને સફળ અને યાદગાર બનાવવા માટે મંડળના આગેવાનો તથા કાર્યકરો સર્વશ્રી જે. ડી. મકવાણા, પરેશભાઈ આહિર, ગોપાલભાઈ ભરવાડ, માવજીભાઈ, દીક્ષિત ગોર, રામજીભાઈ, ડો. કુણાલ પટેલ, તથા ડો. અનિલભાઈ બોબડે સહિતના હોદ્દેદારો ભારે જહમત ઉઠાવી રહ્યા છે.
(રિપોર્ટ/તસ્વીર: દર્શન સોની – દયાપર)





