સાબરકાંઠા: પોશીના તાલુકાના છોછર સીમમાં થયેલ મર્ડર કેસમાં અનડીટેક્ટ ગુનાનો વધુ એક આરોપી જેલભેગો

સાબરકાંઠા: પોશીના તાલુકાના છોછર સીમમાં થયેલ મર્ડર કેસમાં અનડીટેક્ટ ગુનાનો વધુ એક આરોપી જેલભેગો
પોશીના / હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના છોછર ગામની સીમમાં બનેલ મર્ડર (ખૂન)ના અનડીટેક્ટ ગુનામાં પોશીના પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ તેજ કરી આ કેસમાં સંકળાયેલ વધુ એક આરોપીને બનાસકાંઠાના રૂપપુરા ખાતેથી ઝડપી પાડ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૨૦૯૮૦૪૨૬૦૩૪૩/૨૦૨૬ મુજબ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) તથા ૬૧(૨) મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અનડીટેક્ટ ગુના સંદર્ભે અગાઉ પણ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ (IPS) (ગાંધીનગર વિભાગ) તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) દ્વારા ગુનાઓમાં સંકળાયેલ આરોપીઓને પકડી પાડવાની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડૉ. કુલદીપકુમાર નાયી (ખેડબ્રહ્મા વિભાગ) અને પોશીના પો.ઇન્સ. શ્રી ડી.એન.સાધુના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ શ્રી વી.બી.મેઘનાથી તથા સ્ટાફ તપાસમાં હતો.તપાસ દરમિયાન અ.લો.ર. દીપકકુમાર પુંજાભાઈ તથા અ.લો.ર. દશરથભાઈ રાજેન્દ્રભાઈને હ્યુમન સોર્સથી ચોક્કસ બાતમી મળી હતી કે બાકી રહેલ આરોપી બનાસકાંઠા જિલ્લાના દાંતા/હડાદ તાલુકાના રૂપપુરા ગામે છે. આ બાતમીના આધારે હ્યુમન સોર્સ અને ટેકનીકલ સેલની મદદથી પોલીસે દરોડો પાડી આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
રોકી ઉર્ફે વિજયભાઈ ઉર્ફે વિપુલભાઈ જયંતીભાઈ તરાલ (ઉં.વ. ૨૫, રહે. રૂપપુરા, તા. હડાદ, જી. બનાસકાંઠા)
આ સફળ કામગીરીમાં પોશીના પી.આઈ. શ્રી ડી.એન. સાધુ, સર્વેલન્સ પીએસઆઈ વી.બી. મેઘનાથી, એ.એસ.આઈ. અમિતકુમાર સાવનભાઈ, અ.પો.કો. મુકેશભાઈ દલજીભાઈ, અ.લો.ર. દીપકકુમાર પુંજાભાઈ અને અ.લો.ર. દશરથભાઈ રાજેન્દ્રભાઈ જોડાયા હતા.




