ખેડબ્રહ્મા
પોશીના તાલુકાના લાંબડિયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય ત્રિરંગા રેલીનું આયોજન

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે પોશીના તાલુકાના લાંબડિયા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક ભવ્ય અને દેશભક્તિપૂર્ણ ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી લાંબડિયા સ્થિત પારસ વિદ્યાલય ખાતેથી ઉત્સાહભેર પ્રસ્થાન થઈ હતી. રેલીમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ પારસ વિદ્યાલયના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
રેલી દરમિયાન સહભાગીઓએ હાphonમાં રાષ્ટ્રધ્વજ (ત્રિરંગા) લહેરાવીને દેશભક્તિના નારા લગાવ્યા હતા. પારસ વિદ્યાલયથી શરૂ થઈને આ રેલી લાંબડિયા ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ દેશની આઝાદી અને ત્રિરંગા પ્રત્યે પોતાનો આદર તથા ગૌરવ વ્યક્ત કર્યો હતો.




