હિમતનગર

તંત્રના પાપે જનતા હેરાન: હિંમતનગરમાં નગરપાલિકા અને GEBની બેદરકારીથી રસ્તા પર પડ્યો મોટો ખાડો, પીવાના પાણીની લાઈન તૂટતાં મુશ્કેલી સર્જાઈ હિંમતનગર:

હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલ છાપરીયા ફાયર સ્ટેશન નજીક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ફાયર સ્ટેશનની બાજુમાં જ રસ્તા પર એક વિરાટ અને જોખમી ખાડો પડી જતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

અત્યારે પવિત્ર નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તથા નાગરિકો આ માર્ગ પરથી અવરજવર કરતા હોય છે. આવા સમયે મુખ્ય રસ્તા પર જ મોટો ખાડો હોવાથી કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત, ફાયર સ્ટેશનની બિલકુલ બાજુમાં જ આ ખાડો હોવાથી જો ક્યાંય આકસ્મિક આગની ઘટના બને તો ફાયર બ્રિગેડનું વાહન પણ સમયસર બહાર નીકળી શકે તેમ નથી.

એકબીજા પર દોષારોપણ અને તંત્રનું અસંકલન:

પ્રાપ્ત વિગતો અનુસાર, GEB (વીજ કંપની) દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા અને GEB તંત્ર વચ્ચે યોગ્ય સંકલનના અભાવે પાણીની લાઈનને નુકસાન પહોંચ્યું છે. જીઈબી તંત્ર અને નગરપાલિકા એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે.

પીવાના પાણીની ઘાટ સર્જાશે:

કોંગ્રેસ ફરિયાદ સેલના ચેરમેન કુમાર ભાટે આ મુદ્દે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જીઈબી અને નગરપાલિકાની ભૂલના કારણે પાણીની મુખ્ય લાઈન ક્ષતિગ્રસ્ત થઈ છે, જેના પરિણામે આગામી દિવસોમાં સમગ્ર શહેરી વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાશે.

કડક કાર્યવાહીની માંગ:

સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકા અને જવાબદાર વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવા અને રસ્તાનું સમારકામ કરી પાણી પુરવઠો પૂર્વવત કરવા માટે ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!