કચ્છ

ભુજમાં પ્રિન્સ રેસીડેન્સીથી ખાવડા ક્રોસિંગ સુધીના રોડને ૬ લેન બનાવવાની કામગીરી શરૂ

ભુજના માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા કામગીરી શરૂ કરાઈ

કચ્છ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા વિવિધ રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણના મહત્વપૂર્ણ કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે.  હાલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભુજના જુદા જુદા રિંગ રોડના મજબૂતીકરણની કામગીરીનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જે પૈકી પ્રિન્સ રેસીડેન્સીથી હિલગાર્ડનથી એરપોર્ટથી મહિલા આશ્રમ (ખાવડા ક્રોસીંગ) કિ.મી.૦/૦૦ થી ૭/૫૦૦ ને ૪ લેનમાંથી ૬ લેન બનાવવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે.આ કામગીરી પૂર્ણ થવાથી રસ્તાઓની સુરક્ષા અને ગુણવત્તા વધશે. આ ઉપરાંત, ટ્રાફિક જામ ઘટશે અને સ્થાનિક વેપાર તથા પર્યટનને પ્રોત્સાહન મળશે તેમજ ભુજના નાગરિકો માટે શહેરી પરિવહનની સુવિધા સુદ્રઢ બનશે. શીતલ ઠાકર,ગાધીનગર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!