હિંમતનગર જિલ્લા પોલીસ કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ નો કાર્યક્રમ યોજાયો
જિલ્લા પોલીસ વડા ન હસ્તે લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાયું

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની રેલી જિલ્લા પોલીસ કચેરીથી ટાવર ચોકથી એસપી કચેરીમાં સમાપન કરી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે તાલીમ ભવન ખાતે સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ મો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા ડો. પાર્થ રાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ટ્રાફિક સપ્તાહનું પ્રારંભ કરાયો હતો. જેમાં તમામ વિભાગના પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓ બેન્ડ સાથે રેલી નીકળી હતી.

સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ યોજાયો હતો. જોકે દર વર્ષે ટ્રાફિક એજ્યુકેશન સપ્તાહ યોજાતો હતો. જેમાં દિવસે દિવસે દેશમાં વિકાસ થઈ રહ્યો છે. જેના કારણે રોડ રસ્તાઓ બનતા જઈ રહ્યા છે. રોડ રસ્તો પર અકસ્માતોની ઘટના બનતી હોય છે. અકસ્માતને લઈને લોકોનું જીવ ગુમાવવું પડે છે. તેના માટે સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક એજ્યુકેશન સપ્તાહ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ કચેરી ખાતે તાલીમ ભવનમાં સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ મો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ જિલ્લા પોલીસ વડાના હસ્તે લીલી ઝંડી આપીને રેલી પ્રસ્થાન કરાવી હતી. જોકે રેલી જિલ્લા પોલીસ કચેરીથી નિકળીને બી ડિવિઝન, ટાવર ચોકથી પરત જિલ્લા પોલીસ કચેરીમાં સમાપન થઈ હતી. જોકે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસમાં આગામી ટ્રાફિકના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં આજે સાંજે ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા અને ઈકો એસોસિએશન ના પ્રમુખ સહિત ટ્રાયવરો માટે મેડિકલ અને આંખોની ચેકઅપ કેમ્પ નો આયોજન કરવામાં આવ્યો છે. આવતી કાલે રાહવી યોજના વિવિધ જગ્યાએ પ્રચાર કરવામાં આવશે. વાહનો ને લગતા પીયુસી, ઇન્સ્યોરન્સ જેવા કાર્યક્રમ, એ ડિવિઝન વિસ્તારમાં નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા, વાહનોની ટ્રાઇવ કાર્યક્રમ સહિત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ કાર્યક્રમમાં સાબર એન્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.




