Uncategorized

હિંમતનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ

શીતલ ઠાકર,ગાંધીનગર

– સરકાર દ્વારા અમલ ન થતા આંગણવાડીની બહેનોમાં રોષ

– આંગણવાડી બહેનોનો વેતન મુદ્દે વિરોધ તેજ

– હાઇકોર્ટના ૨૪,૮૦૦ અને ૨૦,૦૦૦ વેતન આદેશનો અમલ કરવાની માંગ

– માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે

ગુજરાતભરમાં આજે વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા કાર્યક્રમો યોજાયા છે. ખાસ કરીને આંગણવાડી બહેનોના વેતન મુદ્દે વિરોધ તેજ બન્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આંગણવાડી બહેનોને ૨૪,૮૦૦ રૂપિયા અને હેલ્પર બહેનોને ૨૦,૦૦૦ રૂપિયા વેતન ચૂકવવાનો આદેશ આપ્યા છતાં સરકાર દ્વારા અમલ ન થતા હિંમતનગર ખાતે હડતાલ કરવામાં આવી હતી.ગુજરાતમાં આંગણવાડી બહેનોનો વેતન મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. લાંબા સમયથી બહેનો દ્વારા યોગ્ય વેતનની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે આંગણવાડી કાર્યકર્તાઓને રૂ. ૨૪,૮૦૦ અને હેલ્પર બહેનોને રૂ. ૨૦,૦૦૦ માસિક વેતન ચૂકવવામાં આવે. જોકે, બહેનોનો આક્ષેપ છે કે હાઇકોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકાર દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત એફઆરસી લાગુ કરવાની પ્રક્રિયા સામે પણ બહેનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. બહેનોની માંગ છે કે હાઇકોર્ટના આદેશનો તાત્કાલિક અમલ કરવામાં આવે અને એફઆરસી રદ કરવામાં આવે. આંદોલનકારીઓ દ્વારા હાઇકોર્ટમાં અરજી પણ યુનિયન દ્વારા જ કરવામાં આવી હતી અને હવે સરકાર દ્વારા આદેશનું પાલન કરવામાં આવે. જોકે રાષ્ટ્રીય સ્તરે ૨૦૨૫થી શરૂ થયેલી હડતાલના સંદર્ભમાં પણ વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતમાં મુખ્ય મુદ્દો આંગણવાડી બહેનોનો જ છે. આજે હિંમતનગર ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્ર થઈ હડતાલ પર ઉતરી હતી. બસ સ્ટેન્ડથી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પોહચી હલાબોલ કરી હતી. અને પોતાની માંગણીઓ પુરી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!