રમત

હિંમતનગરે ફૂટબોલમાં લહેરાવ્યો વિજયધ્વજ

કેન્દ્રીય વિદ્યાલય અન્ડર-14 સ્પર્ધા જીતી હવે ગુજરાતનું કરશે રાષ્ટ્રીય પ્રતિનિધિત્વ

શીતલ ઠાકર,ગાંધીનગર

અમદાવાદ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા આયોજિત બે દિવસીય 55મી અન્ડર-14 ફૂટબોલ સ્પર્ધા હિંમતનગર ખાતે ઉત્સાહભેર પૂર્ણ થઈ હતી. રોમાંચક ફાઇનલ મુકાબલામાં હિંમતનગરની ટીમે શાનદાર રમત પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો. હવે આ વિજેતા ટીમ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

આ સ્પર્ધામાં અમદાવાદ કેન્ટ, ગાંધીનગર કેન્ટ, એએફએસ વડોદરા, એએફએસ જામનગર, જૂનાગઢ, સામાણા તથા યજમાન હિંમતનગર સહિત કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો. લીગ રાઉન્ડ બાદ શ્રેષ્ઠ દેખાવ કરનાર ચાર ટીમોએ સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. તેમાં હિંમતનગર, એએફએસ વડોદરા, અમદાવાદ કેન્ટ અને ગાંધીનગર કેન્ટનો સમાવેશ થયો હતો.

અંતિમ મુકાબલો હિંમતનગર અને એએફએસ વડોદરા વચ્ચે રમાયો હતો. નિર્ધારિત સમયમાં બંને ટીમોએ જબરદસ્ત ટક્કર આપતા મેચ ખૂબ જ રોમાંચક બની હતી. અંતે પેનલ્ટી શૂટઆઉટમાં હિંમતનગરની ટીમે વિજય મેળવી ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી.

સમાપન સમારોહ દરમિયાન વિજેતા ખેલાડીઓને મેડલ્સ અને પ્રમાણપત્રો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!