ઇડર

ઈડર બસ સ્ટેન્ડ પાસે એબીવીપીના ચક્કાજામથી ટ્રાફિક ઠપ્પ, વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો

શીતલ ઠાકર,ગાંધીનગર

શનિવારે ઈડર બસ સ્ટેન્ડ પાસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. જેના કારણે બસ સ્ટેન્ડ વિસ્તાર તથા આસપાસના માર્ગો પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યવ્યાપી આંદોલનના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખાનગી યુનિવર્સિટીઓને ગુજરાત કોમન એડમિશન સર્વિસ હેઠળ સામેલ કરવાની, પ્રવેશ પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવાની તેમજ લેવામાં આવતી રૂ. 300 ફી રદ કરવાની માંગ ઉઠાવી હતી.

વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ થોડા સમય માટે તણાવપૂર્ણ બની હતી, જોકે ઈડર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીઓને સમજાવી મામલો શાંતિપૂર્ણ રીતે કાબૂમાં લીધો હતો.

આ કાર્યક્રમમાં સંગઠનના જિલ્લા અને તાલુકા આગેવાનો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!