હિમતનગર

હિંમતનગર બસ સ્ટેન્ડ સામે લારીમાંથી લાશ મળી, પોલીસ તપાસ શરૂ

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક અને વાહનો તથા લોકોની અવર જવરથી ધમધમતા એવા હિંમતનગરના બસ સ્ટેન્ડ સામે રોડના કિનારે લારીમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો છે. લાશ જોયા બાદ સ્થાનિકોએ તરત જ ૧૦૮ અને બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ શનિવારે સવારે બસ સ્ટેન્ડ સામે રોડ કિનારે મૂકેલી એક લારીમાં આ અજાણ્યા શખ્સનો મૃતદેહ જોવા મળ્યો હતો. માહિતી મળતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક ભિક્ષુક જેવો લાગતો હતો અને તેની ઓળખ થઈ શકી ન હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!