ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા ખાતે મા અંબિકાના દર્શન કરી શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ મેળવ્યા આશીર્વાદ

ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ સાબરકાંઠા જિલ્લાની મુલાકાત દરમિયાન શ્રી અંબિકા માતાજી મંદિર ખાતે પહોંચીને ભાવપૂર્વક દર્શન-પૂજન કર્યા હતા. તેમણે મા અંબિકાના ચરણોમાં શીશ નમાવી ગુજરાત રાજ્યની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી.

મંત્રીશ્રીના આગમન પ્રસંગે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા પરંપરાગત રીતે શાલ ઓઢાડી અને માતાજીની છબી ભેટ આપી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર વચ્ચે મંત્રીશ્રીએ માતાજીની આરતીમાં ભાગ લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

શિક્ષણમંત્રીની મુલાકાતને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ઉપસ્થિત ભક્તો અને સ્થાનિક આગેવાનોએ પણ મંત્રીશ્રી સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!