ગાંધીનગર

ચંદ્રાલા સેવા સહકારી મંડળી દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ

ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામ સ્થિત શ્રી જ્યોતિ વિદ્યામંદિર ખાતે શ્રી ચંદ્રાલા સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટી દ્વારા ફંડની જોગવાઈમાંથી શાળાના તમામ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંડળીના કારોબારી સભ્યશ્રીઓના હસ્તે વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરી ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય, શિક્ષકગણ, જ્યોતિ કેળવણી મંડળના પ્રમુખ તથા હોદ્દેદારોએ શ્રી ચંદ્રાલા સેવા સહકારી મંડળીના વ્યવસ્થાપક કમિટી અને કારોબારી સભ્યોનો આ લોકહિતકારી શૈક્ષણિક પહેલ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ મંડળીની આ સેવાકીય પહેલને આવકારી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!