ટોચના સમાચાર

પટેલ આર.એમ. પ્રાથમિક શાળા ઇટાદરામાં ભજન સ્પર્ધાનું આયોજન, વિદ્યાર્થીઓએ રજૂ કરી ગાયન પ્રતિભા

શેઠ સી.એલ. કેળવણી મંડળ સંચાલિત પટેલ આર.એમ. પ્રાથમિક શાળા, ઇટાદરામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે ભજન સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કુલ ૧૭ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સુરીલી ગાયકી અને સંગીત પ્રત્યેની પ્રતિભાનું મનમોહક પ્રદર્શન કર્યું હતું.

સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ ભજનોની સુંદર રજૂઆત કરીને ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સેનમા વિરેન પ્રથમ સ્થાન, પટેલ દેવાંશી એ દ્વિતીય સ્થાન તેમજ પટેલ યોગીના અને પઠાણ રુહીનબાનુએ સંયુક્ત રીતે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે આવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સાંસ્કૃતિક મૂલ્યો અને સર્જનાત્મકતાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શાળા પરિવારે વિજેતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન શાળાની શિક્ષિકા સેજલબેન વી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!