હિમતનગર

સાબરકાંઠા: નેશનલ હાઈવે-૪૮ પર ભારે ટ્રાફિક જામ, વાહનચાલકો ત્રાહિમામ

હિંમતનગર નજીક આવેલા કરણપુર ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ પર છેલ્લા ઘણા સમયથી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઓવરબ્રિજના સમારકામને કારણે ડાયવર્ઝન

કરણપુર ગામ પાસે નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજનું સમારકામ કાર્ય ચાલી રહ્યું હોવાથી વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરિણામે તમામ વાહનોને સર્વિસ રોડ પરથી પસાર થવું પડે છે.

સર્વિસ રોડ પર ટ્રક બગડતા સર્જાયો જામ

સર્વિસ રોડ પર એક આઈશર ટ્રક અચાનક બગડી જતાં ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી. સાંકડા સર્વિસ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને કલાકો સુધી અટવાઈ રહેવું પડ્યું.

મંદ ગતિએ ચાલતું સમારકામ કામ, નાગરિકો પરેશાન

ઓવરબ્રિજનું સમારકામ કાર્ય અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાના કારણે આ સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જાય છે. વારંવાર આ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જેના લીધે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સ્થાનિકોની રજૂઆત છતાં પરિણામ શૂન્ય

સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો દ્વારા સંબંધિત તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. પરિણામે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!