સાબરકાંઠા

ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા, સ્થાનિક હોદ્દેદારો અને ગ્રામજનોએ ઉત્સાહભેર નાટક નિહાળ્યું: સાબર યુવા કેન્દ્રની ટીમે વડાપ્રધાનશ્રીની ૨૫ વર્ષની યશગાથા સુંદર રીતે રજૂ કરી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વ, જનસેવા અને રાષ્ટ્રનિર્માણના સળંગ ૨૫ વર્ષના સફળ શાસનની યશગાથાને ઉજાગર કરવાના હેતુથી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત હિંમતનગર તાલુકાના જામળા ગામ ખાતે ‘નમો યશગાથા’ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા સાહેબે સ્થાનિક હોદ્દેદારો, ભાજપના આગેવાનો, કાર્યકર્તા ભાઈ-બહેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો સાથે મળીને આ નાટક સામુહિક રીતે નિહાળ્યું હતું.

સાબર યુવા કેન્દ્રની ટીમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા આ નાટકમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસશીલ નેતૃત્વ, દ્રઢ રાષ્ટ્રનિર્માણના સંકલ્પ, જનકલ્યાણકારી કાર્યશૈલી અને ભારતની વિકાસયાત્રાને નવી ઊંચાઈઓ પર લઈ જનારા નિર્ણયોની યશગાથાને ખૂબ જ પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવી હતી. નાટકની ઉત્કૃષ્ટ રજૂઆતને ઉપસ્થિત માતા-બહેનો અને ગ્રામજનોએ તાળીઓના ગડગડાટ સાથે ઉત્સાહપૂર્વક વધાવી લઈ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો.

આ પ્રસંગે હિંમતનગર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી નારાયણભાઈ પટેલ, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય શ્રી વાલજીભાઈ દેસાઈ, તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ શ્રી નવલસિંહ ચૌહાણ, ગામના સરપંચ શ્રી વિકાસભાઈ લીમ્બચિયા, ઠાકોર સાહેબ શ્રી મહેન્દ્રસિંહજી રાઠોડ, શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી રાજેન્દ્રસિંહ પઢિયાર તેમજ સાબર યુવા કેન્દ્ર સંસ્થાના પ્રમુખ શ્રી પ્રકાશચંદ્ર વૈદ સહિત સંસ્થાના તમામ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!