રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–૨૦૨૬ની ઉજવણી અંતર્ગત બાઈક રેલીનું આયોજન કર્યું
જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે આજે ટ્રાફિક જાગૃતિ હેતુસર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના હસ્તે લીલી ઝંડી આપી ટ્રાફિક અવેરનેસ માટે બાઈક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે આજે ટ્રાફિક જાગૃતિ હેતુસર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીને જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલીનું આયોજન ટ્રાફિક અવેરનેસ બીબીઆરસી રાઇડર્સ ક્લબ તથા સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. બાઈક રેલી જિલ્લા પોલીસ કચેરીથી શરૂ થઈ ઈડરના દરમાલી, વિજયનગરના પોળો વિસ્તાર, ખેડબ્રહ્માના અંબાજી મંદિર પાસે બસ સ્ટેન્ડ, વડાલી થઈ હિંમતનગર ખાતે સમાપન કરવામાં આવી હતી. રેલી દરમિયાન ટ્રાફિક સલામતી સંબંધિત પોસ્ટર અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ ફેલાય અને માર્ગ સલામતી અંગે સચેતતા વધે તે હેતુસર આ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં ટ્રાફિક જાગૃતિ માટે મેરેથોનનું પણ આયોજન કરવામાં આવશે. આ બાઈક રેલીમાં જિલ્લા પોલીસ વડા સાથે ડીવાયએસપી કુલદીપ નાયી, જિલ્લા ટ્રાફિક પી.આઈ. બી.ડી. રાઠોડ, પી.એસ.આઈ. એ.વી. જોશી સહિત ટ્રાફિક પોલીસ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
બીબીઆરસી રાઇડર્સ ક્લબ તથા સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા કરવામાં આવ્યું




