એક વર્ષથી નાસતા ફરતા વિશ્વાસઘાત-ઠગાઈના ગુનાના આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર ચાલતા આરોપીને એલસીબીની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હિંમતનગર-મોતીપુરા હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન સફેદ રંગની ક્રેટા કારને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી ઉમંગ ઉર્ફે લાલાભાઈ પરશોત્તમભાઈ ખાનપરા (ઉ.વ. 28), મૂળ રહેવાસી કાલવણ, તા. કેશોદ, જી. જુનાગઢ અને હાલ રાજકોટ હોવાનું સામે આવ્યું હતું. તે જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર હતો.
આરોપીની અટકાયત કરીને તેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈ મુજબ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.જે. ચાવડા તથા એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.




