હિમતનગર

હિંમતનગરમાં ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, ₹1.14 લાખનો મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો

હિંમતનગર બી ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલા ₹1,14,700 રોકડા પણ કબજે કર્યા હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.

પોલીસના જણાવ્યા મુજબ, મદીના મસ્જિદ રોડ, પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલી સ્ટેમ્પ વેન્ડરની ઓફિસમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સે લાકડાનો દરવાજો અને ટેબલનું તાળું તોડી રોકડ રકમની ચોરી કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ હિંમતનગર બી ડિવિઝન પોલીસની ટીમે આસપાસના તેમજ ઓફિસના CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે શકીલશા રફીકશા દીવાન (રહે. ચાંદનગર, રાજા મસ્જિદ પાસે, હિંમતનગર)ને ધંધા ફાટક નજીકથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીમાં ગયેલા ₹1,14,700 રોકડા મળી આવતા સમગ્ર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપી સામે અગાઉ વર્ષ 2014માં પણ ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વસાવાના માર્ગદર્શન હેઠળ અ.હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!