ગાંધીનગર
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ: 13 ઓક્ટોબરે આવશે પરિણામ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના મહાજંગ અંતર્ગત 11 વોર્ડની કુલ 44 બેઠકો માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. સમગ્ર ચૂંટણી દરમિયાન મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં કુલ 59.25 ટકા મતદાન નોંધાયું છે.
મતદાનના મુખ્ય આંકડાઓ અને વિગતો:
-
સૌથી વધુ મતદાન: વોર્ડ નંબર 4 માં સૌથી વધુ 74.78 ટકા મતદાન થયું છે.
-
સૌથી ઓછું મતદાન: વોર્ડ નંબર 5 માં સૌથી ઓછું 48.63 ટકા મતદાન નોંધાયું છે.
વોર્ડ વાઈઝ મતદાનની ટકાવારી:
| વોર્ડ નંબર | મતદાન (%) |
| વોર્ડ નંબર 1 |
71.22%
|
| વોર્ડ નંબર 2 |
69.70%
|
| વોર્ડ નંબર 3 |
59.26%
|
| વોર્ડ નંબર 4 |
74.78%
|
| વોર્ડ નંબર 5 |
48.63%
|
| વોર્ડ નંબર 6 |
61.98%
|
| વોર્ડ નંબર 7 |
66.37%
|
| વોર્ડ નંબર 8 |
51.88%
|
| વોર્ડ નંબર 9 |
51.54%
|
| વોર્ડ નંબર 10 |
50.80%
|
| વોર્ડ નંબર 11 |
57.69%
|
13 ઓક્ટોબરે મતગણતરી અને પરિણામ
મતદાન પૂર્ણ થતાંની સાથે જ ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમ (EVM) મશીનમાં કેદ થઈ ગયું છે. તમામ 44 બેઠકોની મતગણતરી તા. 13/10/2026 ના રોજ યોજાશે અને તે જ દિવસે જનાદેશ સ્પષ્ટ થશે કે ગાંધીનગર મનપા પર કોનો કબજો થશે.




