સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ પદયાત્રા યોજી સિવિલ સર્કલ ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમારની રાજીનામાની માંગ સાથે પુતળા દહન કરાયું

સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે મોતીપુરા કોંગ્રેસ કાયઁલયથી વિશાળ પદયાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રા જિલ્લા કૉંગ્રેસ કચેરી મોતીપુરા – સર્કલ બસ સ્ટેન્ડ – સિવિલ સકઁલ બાબા સાહેબની પ્રતિમા પહોંચી હતી. કાર્યક્રમના અંતે સિવિલ સર્કલ ખાતે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા આગળ કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા દેશના મુખ્ય ચૂંટણી અધિકારીનું પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શન અને પદયાત્રામાં જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ રામજીભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી પ્રિયવદન પટેલ, શહેર પ્રમુખ મનોજભાઈ બારોટ, અજમલસિંહ, કિરણસિંહ, ચંદ્રસિંહ, ટી.વી. પટેલ,મુકેશભાઇ,અનિલભાઈ, કૌશિકભાઈ, નૂતનભાઈ, કમળાબેન, બિંદુબા, ઝાહીદાબાનું, યુવક કૉંગ્રેસ પ્રમુખ યુવરાજસિંહ, હેતભાઈ, રણછોડભાઈ, કુમાર ભાટ, ઈમરાન બાદશાહ, અનિલ પંડ્યા, કિરણભાઇ,રીકેશસિહ,રણછોડભાઇ,એકતાબેન, જીતુભાઈ પંચાલ સમેત મોટી સંખ્યામાં આગેવાનો – કાર્યકરો જોડાયા હતા.




