સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
આ મામલા આવનાર દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવે તો નવાઈ નહી

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાં મોતીપુરા ચોકડી ખાતે આજે ગાંધીજી ની પ્રતિમાં આગળ કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી કાનૂનનું નામ બદલી જી રામજી નામ રાખી અને ગેરંટી કાનૂન ખતમ કરી ગરીબ, શ્રમિક શોષિત, વંચિત સમાજને રોજગારથી વંચિત રાખવા તેમજ મહાત્મા ગાંધીના અપમાનને લઈને હાલ તો વિરોધ જોવા મળી રહ્યો છે. તો સાથે કેન્દ્ર સરકાર ની નીતીઓનૌ પણ હાલ તો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલા આવનાર દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવે તો નવાઈ નહી. કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી સહિત હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




