ગાંધીનગર
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્ય સરકારના વર્ષ 2026ના કેલેન્ડરનું વિમોચન…

માન. મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર ભારત, આપણું ગૌરવ – વોકલ ફોર લોકલ’ થીમ આધારિત વર્ષ 2026ના કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી…આ કેલેન્ડરમાં ઓટોમોબાઈલ સેક્ટર, રાસાયણિક ઉદ્યોગ, ફાર્મા સેક્ટર, સિરામિક ઉદ્યોગ, સેમિકન્ડક્ટર, ડાયમંડ જેવા ઉદ્યોગ અને પાટણના પટોળા, કચ્છની હસ્તકલા, પિઠોરા ચિત્રકળા, બાંધણી, રોગાન ચિત્રકળા, અકીક કારીગરી જેવી ગુજરાતની વિશેષ કલાને રજૂ કરાઇ… શીતલ ઠાકર,ગાંધીનગર





