રાજ્ય

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના કાનપુર નર્સરી મુકામે ચિંતન શિબિર યોજાઇ

ફારુક પઠાણ,ઇડર
સાબરકાંઠા જીલ્લા  ડી.સી.એફ. સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ તથા માનનીય એ.સી.એફ. સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને, શ્રી જી.એ. પટેલ, પ.વ.અ.શ્રી ઈડર તથા શ્રી એચ.કે. પંડયા, પ.વ.અ.શ્રી હિંમતનગરની રૂબરૂ ઉપસ્થિતિમાં, કાનપુર નર્સરી ખાતે વિસ્તરણ રેન્જ ઈડર અને વિસ્તરણ રેન્જ હિંમતનગરના સમગ્ર સ્ટાફ માટે એક મહત્વપૂર્ણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચિંતન શિબિરમાં વનવિભાગના કાર્યક્ષેત્રમાં આવતી વિવિધ સમસ્યાઓ, વન સંરક્ષણ, વન વિકાસ, વન્યજીવ સુરક્ષા તથા જનસહભાગિતાથી વનસંપત્તિ સંરક્ષણ અંગે વિસ્તૃત અને સાર્થક ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા સ્ટાફને પોતાની ફરજો જવાબદારીપૂર્વક નિભાવવાની સાથે કાર્યક્ષમતામાં વધારો કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

માનનીય ડી.સી.એફ. સાહેબશ્રીએ પોતાના પ્રેરણાત્મક સંબોધનમાં વનવિભાગની કામગીરીને વધુ મજબૂત બનાવવા, વનસંપત્તિની સુરક્ષા અને વિકાસ માટે સમર્પિત ભાવથી કાર્ય કરવાની અપીલ કરી હતી. સાથે જ માનનીય એ.સી.એફ. સાહેબશ્રીએ ટીમવર્ક, સંકલન અને શિસ્તબદ્ધ કામગીરી દ્વારા વિભાગીય લક્ષ્યો હાંસલ કરવાની મહત્વતા ઉપર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમ દરમિયાન તમામ કર્મચારીઓએ પોતાના વિચારો તથા સૂચનો રજૂ કર્યા, જેને આધારે ભવિષ્યની કાર્યયોજનાઓ ઘડવા અંગે ચર્ચા કરવામાં આવી. અંતમાં આ ચિંતન શિબિર સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!