હિમતનગર
સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા ના વિસ્તરણ રેન્જ હિંમતનગર દ્વારા મેડિકલ કેમ્પ નું આયોજન

ફારુક પઠાણ,ઇડર
હિંમતનગર તાલુકા ના કડોદરી ગામે સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા ના વિસ્તરણ રેન્જ હિંમતનગર દ્વારા મેડિકલ કેમ્પ નું આયોજન હિંમતનગર તાલુકા ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા સાહેબ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું જેમાં વિસ્તરણ રેન્જ હિંમતનગર ના પરીક્ષેત્ર વન અધિકારી શ્રી, એચ. કે.પંડ્યા સાહેબ તથા રેન્જ સ્ટાફ દ્વારા ગામ માં જરૂરિયાત મંદ ભાઈઓ તથા બહેનોને વ્હીલ ચેર તથા ચાલવા માટેની સ્ટીક જેવી વસ્તુઓ નું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું તેમજ સામૂહિક આરોગ્યકેન્દ્ર ચાદરણી ના સ્ટાફ હાજર રહી ડાયાબિટીસ, બી.પી. જેવી બીમારી નું ચેકઅપ કરી જરૂરિયાત મંદ માણસો ને તાવ, શરદી, ઉધરસ, જેવી બીમારીઓ નું ચેક અપ કરી દવા કરી આપવામાં આવી





