Uncategorized
ઈડર નગરપાલિકા ખાતે 77મા ગણતંત્ર દિનની ઉજવણી

ફારુક પઠાણ,ઇડર
ઈડર નગરપાલિકા ખાતે દેશના 77મા ગણતંત્ર દિનની ઉજવણી ગૌરવપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના આગામી સમયમાં નિવૃત્ત થનાર સફાઈ કામદાર મનોજભાઈ ગેબાભાઈ સોલંકીના કરકમળે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જે સ્વચ્છતા સેવામાં તેમનાં અમૂલ્ય યોગદાન પ્રત્યે સન્માનનો પ્રતિક હતો.આ અવસરે શહેરના નાગરિકોને “સ્વચ્છતા એ દેશસેવા છે” એવા સંદેશ સાથે જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા, ભીનો-સૂકો કચરો અલગ કરવા તથા સ્વચ્છ ભારત મિશનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, અધિકારીઓ, કર્મચારીઓ તથા સફાઈકામદાર સ્ટાફ, ફાયર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ ઈડર શહેર માટે પ્રતિજ્ઞા લીધી હતી





