પ્રાંતિજના સોનાસણમાંથી સોનાના દાગીના ચોરનાર ગામનો જ શખ્સ મુદ્દામાલ સાથે એલસીબીના હાથે ઝડપાયો.
દાગીનાની ચોરી કરી સાચવવા માટે બીજાના ઘરે મૂકયા હતા, ચોરી કર્યા બાદ શખ્સ સમૂહલગ્નમાં પહોચી ગયો.

જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સોનાસણ ગામના ભુરીવાસમાં આવેલ એક બંધ મકાનમાં ચારેક દિવસ અગાઉ અજાણ્યો શખ્સ કે જે જાણભેદુ હોવાથી આ બંધ મકાનની ચાવી ઘરના આંગણામાંથી શોધી કાઢી દરવાજાનું તાળુ ખોલી અંદર પ્રવેશ કરી તિજોરીના લોકરમાંથી અંદાજે રૂા. ૧૪.૭પ લાખની કિંમતના ત્રણ પર્સમાં મૂકાયેલ સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ સાબરકાંઠા એલસીબીએ કેટલીક ગુુપ્ત માહિતીને આધારે ગામના જ ભુરીવાસમા રહેતા એક યુવાનને યુક્તિ-પ્રયુક્તિ વાપરી પુછપરછને અંતે તેને શુક્રવારે મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ અંગે એલસીબીના પી.આઈ ડી.સી. પરમાર, પી.એસ.આઈ આર.કે.જોશી અને એસ.જે.ચાવડા સહિત સ્ટાફના જણાવાયા મુજબ ગત તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ ચંદ્રાલા ગામે સમાજના સમૂહ લગ્નમાં સુનિલ વિષ્ણુભાઈ પટેલ પરિવાર સાથે ઘર બંધ કરીને ગયા હતા. દરમ્યાન આ મહોલ્લામાં રહેતા રાજ ભુપેન્દ્ર ભાઈ પટેલ નામના યુવાને ઘરમાં પ્રવેશ કરી તિજોરીના લોકરમાં રખાયેલ ત્રણ પર્સમાંથી રૂા. ૧૪.૭પ લાખના સોનાના દાગીના ચોરી કરીને લઈ ગયો હતો. જે અંગે નોંધાયેલી ફરીયાદ બાદ એલસીબીએ તપાસનો દોર આરંભીને શુક્રવારે સોનાસણના આ રાજ ભૂપેન્દ્રભાઈ પટેલની શંકાસ્પદ હિલચાલને આધારે તેની અટકાયત કરી લેવામાં આવી હતી.
ત્યારબાદ એલસીબીના સ્ટાફે યુક્તિ-પ્રયુક્તિ વાપરી કડક પુછપરછક કરતા રાજ ભૂપેન્દ્રભાઈ પટેલ ભાંગી પડયો હતો. ત્યારબાદ તેને કબુલ્યું હતુ કે સુનિલ વિષ્ણુભાઈનો પરિવાર ચંદ્રાલા ગયો હોવાને કારણે ઘર બંધ હતું જેથી મે તેમના ઘરનું તાળુ ખોલી અંદર પ્રવેશ કરી રૂા. ૧૪.૭પ લાખના દાગીનાની ચોરી કરી લીધી હતી. ચોરી કર્યા બાદ રાજ ભૂપેન્દ્રભાઈ પટેલ ચંદ્રાલા મુકામે સમૂહલગ્નમાં જતો રહ્યો હતો. દરમ્યાન રાજ ભૂપેન્દ્રભાઈ પટેલની ફોઈના દિકરા પ્રતિક દિલીપભાઈ પટેલને ચોરી કરેલ સોનાના દાગીના સાચવવા માટે આપ્યા હતા. આમ રાજ ભૂપેન્દ્રભાઈ પટેલે સોનાના દાગીનાની ચોરી કર્યાની કબૂલાત કર્યા બાદ પોલીસે મોબાઈલ સહિત દાગીના કબજે લઈ તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
(એલસીબીએ કયા દાગીના કબજે કર્યા)
રૂા. ૧,૯૮,રપ૦ ના સોનાના દોરા નંગ- ર
રૂા. ૨,૦૯,૬૫૦ ના સોનાની બુટ્ટી સાથે મંગળસૂત્ર
રૂા. ૧,૫૧,૬૦૦ નું મંગળસૂત્ર
રૂા. ૧,૮૬,૯૫૦ ની સોનાની નાની મોટી વીંટી નંગ-૦૯
રૂા. ૧,૨૧,૯૦૦ ની સોનાની બુટ્ટી તથા સેરો
રૂા. ૧,૩૮,૨૦૦ નું સોનાનું ડોકિયું, બુટ્ટી અને પેંડલ
રૂા. ૧,૦૭,૮૦૦ ની સોનાની મગમાળા
રૂા. ૪૩,૪૫૦ ની સોનાની ૧ જોડ બુટ્ટી
રૂા. ૫૦૦૦ સોનાની બુટ્ટી જોડ-૧
રૂા. ૩૩,૦૫૦ ની સોનાની બુટ્ટી જોડ -૧, વાળી જોડ-૧, ચુની નંગ-ર
રૂા. ૧૦,પપ૦ સોનાના પેન્ડલ નંગ -૪
રૂા. ૮રપ૦ સોનાની ચૂની નંગ-૭
રૂા. ર૦૦૦૦ નો મોબાઈલ




