અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો રોકવા ટ્રાફિક પોલીસની કવોરી એસોસિએશન સાથે બેઠક યોજાઈ

અરવલ્લી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ક્વોરી એસોશીયેશનના પ્રમુખ જોડે મીટીંગ યોજી ધનસુરા,બાયડ વિસ્તારમાં ફરતા ડમ્પર ચાલકોને લોડીંગ દરમ્યાન ફરજીયાત તાડપત્રી લગાવવી,ભીની રેતી ભરી પરીવહન ન કરવા, ઓવરલોડ રેતી/કપચી/મેટલ ન ભરવા તેમજ ઓવરસ્પીડથી વાહન ન ચલાવવા બાબતે માહિતગાર કરવામાં આવેલ. તેમજ ધનસુરા બાયડ રોડ ઉપર ટ્રાફિક નિયમન ભંગ કરતા ડમ્પર ચાલક મળી આવેતો ટ્રાફિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે છે તેવી માહિતી આપવામાં આવી હતી. જીગ્નેશ સોની હિંમતનગર



