વિધવા પેન્શન મેળવનારી બહેનો માટે રાજ્ય સરકારે મોટી રાહત આપી
ગુજરાત સરકારની નવી સુવિધા શરૂ, હવે બેંકના ધક્કા નહીં ખાવા પડે

શીતલ ઠાકર,ગાંધીનગર
વિધવા પેન્શન મેળવનારી બહેનો માટે રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. હવે સહાય મેળવવા માટે બેંકના ધક્કા ખાવાની જરૂર નહીં રહે. પોસ્ટ વિભાગના કર્મચારી હવે ઘરે જઈ મોબાઈલ OTP દ્વારા પેન્શન ચૂકવશે.ગુજરાત સરકાર દ્વારા ગંગાસ્વરૂપા બહેનો માટે વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા હેઠળ પોસ્ટ વિભાગના કર્મચારી લાભાર્થીના ઘરે જઈ OTP આધારિત પ્રક્રિયા દ્વારા સીધું જ પેમેન્ટ કરશે. હવે કોઈ ફોર્મ ભરવાની કે કાગળોની કાર્યવાહી કરવાની જરૂર નહીં રહે. ખાસ કરીને વૃદ્ધ અને ગ્રામ્ય વિસ્તારની બહેનો માટે આ યોજના અત્યંત ઉપયોગી સાબિત થશે. પોસ્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સુરક્ષિત છે. OTP આધારિત સિસ્ટમથી છેતરપિંડીની શક્યતા ઘટશે અને લાભાર્થીને સીધું જ પેમેન્ટ મળશે. સરકાર અને પોસ્ટ વિભાગની આ સંયુક્ત પહેલથી હજારો ગંગાસ્વરૂપા બહેનોને હવે ઘરબેઠા પેન્શન મળશે.





