પ્રાંતિજના કતપુર પાસેથી રૂા. ૧.૦પ લાખના ૪૮૦ બિયરના ટીન પકડાયા
એલસીબીએ રૂા. ૬.૧૦ લાખના મુદ્દામાલ સાથે કારચાલકને ઝડપી લીધો.

જીગ્નેશ સોની હિંમતનગર
રાજસ્થાનમાંથી ગુજરાતમાં વાહનોમાં બુટલેગરો બીયર સાથે વિદેશી દારૂનો જથ્થો લાવતા હોય છે ત્યારે કતપુર પાસે પકડાયેલ કારમાંથી માત્ર એક લાખનો બિયર ઝડપાયો પરંતુ દારૂ ક્યાં તે અંગે જિલ્લામાં લોક મૂખે તરહતરેહ ની ચાલતી ચર્ચાઓ ?
રાજસ્થાન થી સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા માર્ગો ઉપર થઈ વિદેશી દારૂના જથ્થાની ગુજરાતના જુદા જુદા મથકો ઉપર હેરાફેરી થઈ રહી છે ત્યારે આ દારૂના દુષણ ને નાથવા માટે જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે એલસીબી અને જુદા જુદા પોલીસ સ્ટેશનને આપેલ સૂચના અન્વયે પોલીસ દ્વારા જિલ્લાના જુદા જુદા માર્ગો અને મથકો ઉપર વોચ ગોઠવી અને બાતમીદારોને સક્રિય કરી વિદેશી દારૂ પકડવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કતપુર ટોલટેક્ષથી ગામમાં જવાના રસ્તા પરથી જઈ રહેલ એક કારમાંથી અંદાજે રૂા. ૧.૦પ લાખની ૪૮૦ બિયરના ટીન સાથે કારચાલકને મંગળવારે બાતમીને આધારે ઝડપી લીધો હતો ત્યારબાદ એલસીબીએ મોબાઈલ કાર તથા બિયરનો જથ્થો મળી અંદાજે રૂા. ૬.૧૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
આ અંગે એલસીબી ના પીઆઇ ડી.સી સાકરીયા અને પીએસઆઇ આર.જે જાડેજા પાસેથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ મંગળવારે તેમને એવી બાતમી મળી હતી કે હિંમતનગરથી પ્રાંતિજ ટોલનાકા તરફ આવી રહેલ કાર નં. જીજે૧૮બીએમ ૬૭૭ર માં પાસ પરમીટ વિનાના બિયરના ટીનને અમદાવાદ તરફ લઈ જવાઈ રહી છે જે આધારે એલસીબીએ ટોલટેક્ષ નજીક રોડ પર આડશ મૂકી દીધી હતી.પરંતુ કારના ચાલકે પોતાની કાર ધીમી કરતા પોલીસે કારચાલક જીતેન્દ્ર નાથુલાલ ડામોર(મીણા)(રહે. સકલાલ, તા. ખેરવાડા)ને ઝડપી લીધો હતો ત્યારબાદ એલસીબીએ તેની પુછપરછ કરી ભાગી ગયેલ કાલુરામ આદિવાસી,હરેશ અને અનિલ દાદુભાઈ બરંડા મળી ચારેય વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. અને એલસીબીએ રૂા. ૧.૦પ લાખની બિયરના ૪૮૦ ટીન, રૂા. પ હજારનો મોબાઈલ તથા રૂા. પ લાખની કાર મળી અંદાજે રૂા. ૬.૧૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.




