પ્રાંતિજ

પ્રાંતિજ પોલીસને વધુ એક સફળતા: બે વર્ષથી ફરાર સજા વોરંટનો આરોપી ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનને સજા વોરંટના આરોપીઓને પકડી પાડવાની કામગીરીમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. છેલ્લા બે વર્ષથી ફરાર અને નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કોર્ટ હવાલે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરીયાના નેતૃત્વમાં સજા વોરંટના આરોપીઓને શોધી કાઢવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું.

આ દરમિયાન પ્રાંતિજ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરેશકુમાર ગેમરભાઈને ખાનગી બાતમી મળી હતી કે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ સજા પામેલો અને છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી જશુજી મગનજી પરમાર, રહે. છાદરડા, તા. પ્રાંતિજ, પોતાના ગામમાં આવ્યો છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી કોર્ટ હવાલે કરવામાં આવ્યો છે.

આ કામગીરીમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરેશકુમાર ગેમરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભાવિકકુમાર શામળભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર રૂમાલભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

પ્રાંતિજ પોલીસ દ્વારા ફરાર આરોપીઓ સામે હાથ ધરવામાં આવેલી સતત અને અસરકારક કામગીરીના પરિણામે કાયદાના લાંબા હાથથી બચી રહેલા આરોપીને આખરે ઝડપી પાડવામાં સફળતા મળી છે, જે પોલીસની સતર્કતા અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!