હિમતનગર

મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી હિંમતનગર ખાતે “વિકસિત ભારત મેં સંસ્કૃત સાહિત્ય કી ભૂમિકા” વિષય પર નેશનલ સેમિનાર યોજાયો.

શીતલ ઠાકર,ગાંધીનગર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અને વિશ્વ મંગલમ્ કેળવણી મંડળ, હિંમતનગર સંચાલિત મહિલા આર્ટ્સ કોલેજ, વિદ્યાનગરી, મોતીપુરા હિંમતનગર અને ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય “વિકસિત ભારતમાં સંસ્કૃત સાહિત્યની ભૂમિકા” પર નેશનલ સેમિનાર યોજાયો. જેના અધ્યક્ષ પદે શિક્ષણવિદ વિદ્યાનગરી ના સ્થાપક ડૉ. ડી. એલ. પટેલ, ઉદ્ઘાટક પદે સાબરકાંઠા જિલ્લા ભાજપા પ્રમુખ કનુભાઈ પટેલ, મુખ્ય મહેમાન પદે ડૉ. દેવેન્દ્રભાઈ સુતરીયા, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ડી. પટેલ સુરેશભાઈ પટેલ, ( વિજાપુર આર્ટસ કોલેજ પ્રિન્સિપાલ) ટ્રસ્ટી શ્રી અક્ષયભાઈ પટેલ અને જયદીપભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રિ. ડૉ. કનૈયાલાલ એલ પટેલે સ્વાગત પ્રવચનમાં મહેમાનોને આવકારી, સંસ્થા પરિચય આપીને સેમિનારની યથાર્થતા રજૂ કરી હતી. સેમિનારના સંયોજક પ્રો. ડૉ. રીટાબેન જોશી એ સેમિનાર ની ભૂમિકા ઉદ્દેશ અને ની ફલશ્રુતિ રજૂ કરી હતી. સેમિનારના બીજરૂપ વક્તવ્ય પ્રો.ડો.યોગેન્દ્રભાઈ અગ્નિહોત્રી આપ્યું હતું. હેમ. ઉત્તર ગુજરાત યુનિ. સંસ્કૃત વિભાગ ના અધ્યક્ષ પ્રો. ડો. દેવસિંહ રાઠવા, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, ગોધરા સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રો. ડૉ. ભાવપ્રકાશ ગાંધી, ગુજરાત યુનિવર્સિટી ભાષા ભવન ના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. હેતલ પંડ્યા એ વિવિધ વિષયો પર પુરાણો તેમજ વેદો ના વિવિધ સંસ્કૃત ઉદાહરણો સાથે ઉત્તમ અને મનનીય વક્તવ્યો રજૂ કર્યા હતા . શોધપત્ર વાંચન બેઠકના અધ્યક્ષ પદે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હિંમતનગરના પ્રિ. ડૉ. રાકેશભાઈ જોષી શોધપત્ર રજૂ થયા એના વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. શોધપત્ર વાંચનના અધ્યક્ષ અને વિજાપુર મહિલા કોલેજના પ્રિ. ડૉ. સુરેશભાઈ પટેલે સૌને શુભેચ્છાઓ પાઠવી પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે 50 શોધપત્રો ના સંપાદિત એક ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના પ્રો. ડૉ. એસ પટેલ અને આભાર દર્શન ડૉ દીક્ષા સાવલા એ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના અધ્યાપક ડૉ. કે. વી. ગાવિત, ડૉ. વી જી પટેલ, ડૉ. ડી. કે ભોયા, તેમજ સૌ અધ્યાપકો નો સહકાર રહ્યો હતો. સેમિનારમાં 200 જેટલા સંશોધકો અને અધ્યાપકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!