ગુજરાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર: 26 એપ્રિલે મતદાન, 28થી મતગણતરી

શીતલ ઠાકર,ગાંધીનગર

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનો ઔપચારિક કાર્યક્રમ જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ રાજ્યના નાગરિકો એપ્રિલ મહિનામાં મતાધિકારનો ઉપયોગ કરશે અને ત્યારબાદ એપ્રિલ મહિનામાં જ પરિણામ જાહેર થશે.

માહિતી મુજબ, તા. 26 એપ્રિલે સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતગણતરી તા. 28 એપ્રિલે હાથ ધરાશે અને ટૂંક સમયમાં પરિણામ જાહેર કરવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે, જ્યારે 13 એપ્રિલે ઉમેદવારી ફોર્મોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ ચૂંટણી રાજ્યની કુલ 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ અને 260 તાલુકા પંચાયતો માટે યોજાઈ રહી છે. ઉપરાંત, 33 જૂની અને એક નવી જિલ્લા પંચાયત મળીને કુલ 34 જિલ્લા પંચાયતોમાં પણ ચૂંટણી યોજાશે. ખાસ કરીને 27 ટકા OBC અનામત સાથે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

17 ફેબ્રુઆરી 2026ના ડેટાબેસના આધારે નવી મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. નવા સીમાંકન અને રોટેશન બાદ પ્રથમ વખત આ ચૂંટણી યોજાઈ રહી છે, જે રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. હવે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે મતદારો સુધી પહોંચવાની કસોટીનો સમય શરૂ થયો છે.

achar sahinta paripatra

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!