ખેડબ્રહ્મા
“જય અંબે”ના નાદ સાથે ખેડબ્રહ્મા-અસારવા રેલ સેવા શરૂ

શીતલ ઠાકર,ગાંધીનગર
“જય અંબે”ના ગૂંજતા નાદ વચ્ચે ખેડબ્રહ્માથી અસારવા વાયા હિંમતનગર નવી બ્રોડગેજ રેલ લાઈન અને ટ્રેન સેવાનો શુભ આરંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી ફરકાવી ટ્રેનને રવાના કરી હતી.નવીન બ્રોડગેજ ઈલેક્ટ્રિક રેલવે લાઈન પૂર્ણ થતાં આ સેવા શરૂ કરવામાં આવી છે, જેના કારણે વિસ્તારમાં નવી કનેક્ટિવિટી પ્રાપ્ત થઈ છે. પ્રથમ જ દિવસે મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ખેડબ્રહ્મા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી, જ્યારે વડાપ્રધાન દ્વારા વાવ-થરાદથી કરાયેલા સંબોધનનો સ્થાનિકોએ લાભ લીધો હતો.આ રેલ સેવા આદિવાસી વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને નાના અંબાજી જતા યાત્રાળુઓને પણ મોટી સહુલિયત મળશે.




