હિમતનગર

હિંમતનગરમાં ભગવાન મહાવીર જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, શહેરમાં ધાર્મિક માહોલ છવાયો

શીતલ ઠાકર,ગાંધીનગર

હિંમતનગર શહેરમાં ભગવાન મહાવીર જન્મ જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ તેરસના પવિત્ર દિવસે યોજાયેલી આ શોભાયાત્રા વખારીયાવાડ વિસ્તારમાંથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મહાવીરનગર જૈન દેરાસર સુધી પહોંચી હતી.

શોભાયાત્રામાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ધાર્મિક અને ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. ટાવર ચોક અને બગીચા વિસ્તાર સહિતના માર્ગો પર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શહેરના તમામ જિનાલયોનું આકર્ષક શણગાર કરવામાં આવ્યું હતું. સાથે જ જૈન સમાજ દ્વારા ગરીબોને અન્નદાન તેમજ વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરીને સેવા કાર્ય પણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!