પોશીના-હડાદ માર્ગ પર નમી પડેલા ઝાડે લટકતી ડાળીઓ દૂર કરવા વાહનચાલકોની ઉગ્ર માંગ

પોશીના-હડાદ માર્ગ પર નમી પડેલા ઝાડે લટકતી ડાળીઓ દૂર કરવા વાહનચાલકોની ઉગ્ર માંગ
ચોમાસાની શરૂઆત પૂર્વે જ પોશીના પંથકમાં માર્ગો પર જોખમી બનેલા ઝાડ અને ડાળીઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓના જીવ અધ્ધર થઈ ગયા છે. પોશીના-હળાદ માર્ગ પર આવેલા કાજાવાસ ગામ પાસે એક વિશાળ બાવળનું ઝાડ રોડ તરફ જોખમી રીતે નમી પડ્યું છે. આ નમેલા ઝાડના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્થાનિક લોકો અને રાહદારીઓના જણાવ્યા અનુસાર, કાજાવાસ ગામ પાસે નમી ગયેલું આ બાવળનું ઝાડ ભારે પવન, વરસાદ કે વાવાઝોડું ફૂંકાય તો ગમે ત્યારે રાજમાર્ગ પર ધસી પડે તેમ છે. જો આવી પરિસ્થિતિ સર્જાય તો કોઈ મોટી જાનહાનિ કે હોનારત થવાનો પૂરેપૂરો ભય સ્થાનિકો ચતાવી રહ્યા છે.અન્ય માર્ગો પર પણ જોખમી ડાળીઓનું સામ્રાજ્ય માત્ર કાજાવાસ જ નહીં, પરંતુ આ પંથકના અન્ય મુખ્ય માર્ગો જેવા કે:આંજણી માર્ગ દેલવાડા માર્ગ લાંબડીયા માર્ગ કોટડા માર્ગ આ તમામ રસ્તાઓ પર પણ રસ્તાની બંને બાજુએ આવેલા ઝાડોની ડાળીઓ રોડ પર ઝૂલી રહી છે. રાત્રિના સમયે અથવા તો પૂરપાટ ઝડપે આવતા વાહનોને આ લટકતી ડાળીઓ નડતરૂપ બને છે, જેના કારણે બ બાઇક ચાલકો અને મોટા વાહનો અકસ્માતનો ભોગ બની શકે છે.
ચિમન ગમાર પોશીના




