ખેડબ્રહ્મા

પોશીના પંથકમાં કરા સાથે તોફાની વરસાદ

પોશીના પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળા ડીબાંગ વાદળો અને કડાકાભડાકા સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો. પોશીના મુખ્ય મથક ઉપરાંત લાંબડીયા, કોટડા અને દેલવાડા જેવા અંતરિયાળ વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું.

ખાસ કરીને પોશીના શહેરી વિસ્તારમાં વરસાદની સાથે બરફના કરા પણ પડ્યા હતા. વરસાદનું જોર એટલું વધારે હતું કે પોશીનાના મુખ્ય બજારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલી અસહ્ય અને ભારે ગરમી વચ્ચે અચાનક આ વરસાદ પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. ચિમન ગમાર પોશીના

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!